RRB Group D Recruitment 2026 : Railway Recruitment Board (RRB) દ્વારા Centralised Employment Notification (CEN) No. 09/2025 જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત હેઠળ ભારતીય રેલવેમાં Level-1 ના વિવિધ પોસ્ટ માટે કુલ 22195 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી 7th CPC Pay Matrix ના Level-1 માટે છે અને સમગ્ર ભારતમાં અલગ અલગ Railway Zones માટે ભરતી થશે.
આ ભરતી માટે ઓનલાઈન અરજી 31 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને 02 માર્ચ 2026 સુધી કરી શકાશે. ઉમેદવારોએ માત્ર ઓનલાઈન જ અરજી કરવી રહેશે. ઉંમર 01-01-2026ના રોજ 18 થી 33 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. પસંદગી CBT, PET, Document Verification અને Medical પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
RRB Group D Recruitment 2026 Overview
| મુદ્દો | વિગતો |
|---|---|
| ભરતી સંસ્થા | Railway Recruitment Boards (RRB) |
| જાહેરાત નંબર | CEN No. 09/2025 |
| પોસ્ટ લેવલ | Level-1 (7th CPC Pay Matrix) |
| કુલ જગ્યાઓ | 22195 |
| પ્રારંભિક પગાર | ₹18,000 |
| અરજી પદ્ધતિ | ઓનલાઈન |
| ઉંમર મર્યાદા | 18 થી 33 વર્ષ (01-01-2026 મુજબ) |
| પસંદગી પ્રક્રિયા | CBT + PET + DV + Medical |
| અરજી અંતિમ તારીખ | 02-03-2026 |
RRB Group D Recruitment 2026 Important Dates
| વિગત | તારીખ |
|---|---|
| Indicative Notice | 27-12-2025 |
| ઓનલાઈન અરજી શરૂ | 31-01-2026 |
| ઓનલાઈન અરજી છેલ્લી તારીખ | 09-03-2026 |
| ફી ચુકવણી છેલ્લી તારીખ | 11-03-2026 |
| Application સુધારણા સમય | 12.03.2026 to 21.03.2026 |
| Scribe વિગતો આપવાની તારીખ | 22.03.2026 to 26.03.2026 |
RRB Group D Recruitment 2026 Application Fee
| કેટેગરી | ફી |
|---|---|
| General / OBC / EWS | ₹500 (CBT હાજરી બાદ ₹400 પરત) |
| SC / ST / PwBD / Female / Transgender / ExSM / Minority / EBC | ₹250 (CBT હાજરી બાદ સંપૂર્ણ પરત) |
નોંધ: ફી માત્ર Online mode દ્વારા જ ચુકવવાની રહેશે.
RRB Group D Recruitment 2026 Vacancies, Eligibility, Qualification, Age Limit
આ ભરતી Level-1 ના વિવિધ પોસ્ટ માટે છે. પોસ્ટ મુજબ લાયકાત Annexure-A માં આપેલી છે. ઉમેદવાર પાસે માન્ય બોર્ડ/સંસ્થાથી જરૂરી શૈક્ષણિક લાયકાત 02-03-2026 પહેલા હોવી જોઈએ.
ઉંમર મર્યાદા
- 18 થી 33 વર્ષ (01-01-2026 મુજબ)
- OBC: 3 વર્ષ છૂટ
- SC/ST: 5 વર્ષ છૂટ
- PwBD: 10 થી 15 વર્ષ સુધી છૂટ
- Ex-Servicemen માટે નિયમ મુજબ છૂટ
ઉંમર ગણતરી માટે જન્મ તારીખ 02-01-1993 થી 01-01-2008 વચ્ચે હોવી જોઈએ (UR/EWS માટે).
નાગરિકતા
ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ અથવા નિયમ મુજબ અન્ય પાત્ર કેટેગરીમાં આવતો હોવો જોઈએ.
મેડિકલ સ્ટાન્ડર્ડ
પોસ્ટ મુજબ A-2, A-3, B-1, C-1 મેડિકલ સ્ટાન્ડર્ડ લાગુ પડશે.
દ્રષ્ટિ અને શારીરિક ક્ષમતા Railway Medical Manual મુજબ ચકાસાશે.
RRB Group D Recruitment 2026 Selection Process
પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:
- Computer Based Test (CBT)
- Physical Efficiency Test (PET)
- Document Verification (DV)
- Medical Examination
CBT માં Negative Marking રહેશે (દર ખોટા જવાબ માટે 1/3 માર્ક કપાશે).
PET માટે ઉમેદવારને CBT ના મેરિટ મુજબ બોલાવવામાં આવશે (લગભગ 3 ગણી જગ્યાઓ સુધી).
DV માટે Railway wise 1:1 રેશિયો મુજબ ઉમેદવાર પસંદ થશે.
RRB Group D Recruitment 2026 Exam Pattern
આ ભરતીમાં Single Stage CBT રહેશે. Railway જરૂર પડે તો Multi Stage CBT પણ લઈ શકે છે.
CBT ની મુખ્ય બાબતો:
- Objective પ્રકારના પ્રશ્નો
- Negative Marking: 1/3 માર્ક
- Normalisation લાગુ પડશે (Multiple Shifts હોય તો)
CBT પાસ કરનાર ઉમેદવારને PET આપવું ફરજિયાત રહેશે.
PET પાસ કર્યા બાદ Document Verification અને Medical પરીક્ષા થશે.
RRB Group D Recruitment 2026 Application Process
RRB Group D Recruitment 2026 માટે ઉમેદવારોએ માત્ર Online Mode દ્વારા અરજી કરવાની રહેશે. ઉમેદવાર નીચે આપેલ સ્ટેપ મુજબ સરળતાથી અરજી કરી શકે છે.
Step 1: Account Create કરો
સૌ પ્રથમ ઉમેદવારોએ સંબંધિત Railway Recruitment Board (RRB) ની અધિકૃત વેબસાઈટ પર જવું પડશે. ત્યાં “Create an Account” વિકલ્પ પર ક્લિક કરીને પોતાની basic માહિતી જેમ કે નામ, મોબાઇલ નંબર, Email ID અને જન્મ તારીખ દાખલ કરીને એક એકાઉન્ટ બનાવવું પડશે.
Step 2: Login કરો
Account બનાવ્યા પછી ઉમેદવારોએ Login કરીને ભરતી માટેની ઓનલાઈન અરજી ફોર્મ ખોલવું પડશે.
Step 3: Application Form ભરો
Application form માં નીચેની માહિતી સચોટ રીતે ભરવી પડશે:
- વ્યક્તિગત માહિતી (Name, DOB, Address)
- શૈક્ષણિક લાયકાત
- કેટેગરી માહિતી (SC/ST/OBC/EWS વગેરે)
- પસંદ કરેલ Railway Zone અને પોસ્ટ preference
ઉમેદવારોએ તમામ માહિતી ધ્યાનથી ભરવી જોઈએ કારણ કે ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે.
Step 4: Documents Upload કરો
Application form ભરતી વખતે ઉમેદવારોએ નીચેના જરૂરી દસ્તાવેજ અપલોડ કરવા પડશે:
- પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
- ઉમેદવારની સહી
- જરૂરી પ્રમાણપત્રો
ફોટો અને સહી સ્પષ્ટ હોવી જરૂરી છે, નહિતર અરજી રદ થઈ શકે છે
Step 5: Application Fee Payment
ફોર્મ પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ પોતાની કેટેગરી મુજબ Application Fee Online ચુકવવી પડશે. ફી Internet Banking, Debit Card, Credit Card અથવા UPI દ્વારા ચુકવી શકાય છે.
Step 6: Final Submit કરો
બધી માહિતી ચકાસ્યા પછી “Submit” બટન પર ક્લિક કરીને અરજી પૂર્ણ કરવી. Submit કર્યા પછી Application Form નો Print અથવા PDF સાચવી રાખવો.
Step 7: Application Correction (જો જરૂરી હોય)
જો અરજીમાં કોઈ ભૂલ હોય તો ઉમેદવાર 05 માર્ચ 2026 થી 14 માર્ચ 2026 દરમિયાન Correction Window દ્વારા ફેરફાર કરી શકે છે.
RRB Group D Recruitment 2026 Import Link
| સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
| સત્તાવાર વેબ | અહી ક્લિક કરો |
| અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
| Download Date Extended Notice | અહી ક્લિક કરો |
| હોમ પેજ | સાચીમાહિતી.com |
RRB Group D Recruitment 2026 – FAQ
પ્ર.1: કુલ કેટલી જગ્યાઓ જાહેર છે?
જવાબ: કુલ 22195 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
પ્ર.2: અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ: 02 માર્ચ 2026.
પ્ર.3: પ્રારંભિક પગાર કેટલો મળશે?
જવાબ: ₹18,000 (Level-1 Pay Matrix મુજબ).
પ્ર.4: પસંદગી કેવી રીતે થશે?
જવાબ: CBT, PET, Document Verification અને Medical દ્વારા.
પ્ર.5: ઉંમર મર્યાદા કેટલી છે?
જવાબ: 18 થી 33 વર્ષ (01-01-2026 મુજબ).
પ્ર.6: ફી પરત મળશે?
જવાબ: હા, CBT આપનાર ઉમેદવારને નિયમ મુજબ ફી પરત મળશે.

Netik Hadiyel સરકારી નોકરી અપડેટ એક્સપર્ટ છે અને છેલ્લા 5 વર્ષથી આવી વેબસાઇટ ચલાવી રહ્યા છે. તેઓ ભારતભરના સરકારી ભરતી નોટિફિકેશન, એડમિટ કાર્ડ, પરીક્ષા તારીખ, પરિણામ અને આન્સર કી જેવી મહત્વપૂર્ણ માહિતી સરળ ભાષામાં લખી શેર કરે છે જેથી ઉમેદવારોને સાચી અને ઝડપી માહિતી મળી રહે.