IBPS Exam Calendar 2026-27 Out: આઈબીઆઈએસ PO-SO, ક્લાર્ક અને RRB તમામ પરીક્ષાની તારીખો જાહેર

IBPS Exam Calendar 2026-27 Out : બેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા માગતા તમામ ઉમેદવારો માટે મોટી ખુશખબર છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા વર્ષ 2026-27 માટેની તમામ બેંક ભરતી પરીક્ષાઓનું કામચલાઉ પરીક્ષા કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં PO, SO, ક્લાર્ક અને RRB સહિતની તમામ મુખ્ય ભરતી પરીક્ષાની પ્રિલિમ્સ અને મેન્સ તારીખોનો સમાવેશ થાય છે.

IBPS દ્વારા જાહેર કરાયેલ આ પરીક્ષા કેલેન્ડર બેંકિંગ તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારો માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે આ તારીખો આધારિત તેઓ પોતાની તૈયારીનું આયોજન કરી શકે છે. કેલેન્ડર સત્તાવાર વેબસાઇટ ibps.in પર પ્રકાશિત કરવામાં આવ્યું છે.

ઓગસ્ટ 2026 થી શરૂ થશે IBPS પરીક્ષાઓ

IBPSની પ્રિલિમ્સ પરીક્ષાઓ ઓગસ્ટ 2026થી શરૂ થઈને જાન્યુઆરી 2027 સુધી ચાલશે. વિવિધ પદો માટે પ્રારંભિક અને મુખ્ય બંને પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.

આ કેલેન્ડરમાં નીચે જણાવેલા પદો માટેની તારીખો આપેલી છે:

  • PO (Probationary Officer)
  • Clerk (CSA)
  • SO (Specialist Officer)
  • RRB – Officer Scale I અને Office Assistant

નીચે તમામ પરીક્ષાની તારીખો ટેબલ રૂપે સરળ ભાષામાં આપેલ છે.

IBPS પરીક્ષા તારીખો 2026-27 (Prelims & Mains)

પરીક્ષાનું નામસ્ટેજપરીક્ષા તારીખ
IBPS POપ્રિલિમ્સ22 અને 23 ઓગસ્ટ, 2026
મેન્સ4 ઓક્ટોબર, 2026
IBPS SOપ્રિલિમ્સ29 ઓગસ્ટ, 2026
મેન્સ1 નવેમ્બર, 2026
IBPS ક્લાર્ક (CSA)પ્રિલિમ્સ10 અને 11 ઓક્ટોબર, 2026
મેન્સ27 ડિસેમ્બર, 2026
IBPS RRB ઓફિસર સ્કેલ-Iપ્રિલિમ્સ21 અને 22 નવેમ્બર, 2026
મેન્સ20 અથવા 27 ડિસેમ્બર, 2026
IBPS RRB ઓફિસર સ્કેલ-II & IIIમેન્સ6, 12 અને 13 ડિસેમ્બર, 2026
IBPS RRB ઓફિસ આસિસ્ટન્ટમેન્સ30 જાન્યુઆરી, 2027

શા માટે IBPS Exam Calendar મહત્વનું છે?

IBPS પરીક્ષા કેલેન્ડર જાહેર થયા બાદ, ઉમેદવારોને હવે:

  • તૈયારી માટે પૂરતો સમય મળશે
  • પ્રિલિમ્સ અને મેઇન્સ વચ્ચેનું ગેપ જાણી શકે
  • સમયનું યોગ્ય મેનેજમેન્ટ કરી શકશે
  • પરીક્ષા પ્લાનિંગ સરળ થઈ જશે

બેંકિંગ સેક્ટરમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ કેલેન્ડર ખૂબ જ મદદરૂપ બનશે.

IBPS દ્વારા 2026-27નું સત્તાવાર પરીક્ષા કેલેન્ડર બહાર પડતા હવે બેંકિંગ ઉમેદવારો તેમની તૈયારી સંપૂર્ણ આયોજન સાથે શરૂ કરી શકે છે. PO, SO, ક્લાર્ક અને RRB તમામ મુખ્ય પરીક્ષાઓની તારીખો સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવી છે.

ઉમેદવારોને સલાહ છે કે તેઓ ibps.in પર સત્તાવાર નોટિસ તપાસે અને પોતાની તૈયારી સમયસર શરૂ કરે.

મહત્વ ની કડીઓ :

સત્તાવાર જાહેરાત નોટીફીકેસન
ઓફિસીયલ વેબસાઈટIBPS
હોમ પેજ સાચીમાહિતી.com

Leave a Comment