Gujarat Police Bharti 2025 Physical Test Call Letter 2026 Released @ojas.gujarat.gov.in

Gujarat Police Bharti 2025 Physical Test Call Letter 2026 Released : આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 13,591 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેમાં સબ ઈન્સ્પેક્ટર, પોલીસ કોનસ્ટેબલ, SRPF અને જેલ સિપાઈ સહિતના વિવિધ પદોનો સમાવેશ થાય છે. ફિઝિકલ ટેસ્ટમાં હાજરી આપવી ફરજિયાત છે અને ઉમેદવારોએ કોલ લેટરમાં આપેલી તારીખ, સમય અને સ્થળ મુજબ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું પડશે.

ખાલી જગ્યાઓની વિગતો (કુલ – 13,591 પદો)

પદનું નામજગ્યાઓ
અનઆર્મ્ડ સબ ઈન્સ્પેક્ટર659
આર્મ્ડ સબ ઈન્સ્પેક્ટર129
જેલર (ગ્રુપ–2)70
અનઆર્મ્ડ પોલીસ કોનસ્ટેબલ6,842
આર્મ્ડ પોલીસ કોનસ્ટેબલ2,458
SRPF3,002
જેલ સિપાઈ (પુરુષ)300
જેલ સિપાઈ (મહિલા)31
કુલ13,591

મહત્વની માહિતી

  • ભરતી સંસ્થા: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
  • ભરતીનું નામ: ગુજરાત પોલીસ ભરતી 2025
  • પરીક્ષાનો પ્રકાર: ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET)
  • જાહેરાત નંબર : GPRB202324/1
  • કોલ લેટર સ્થિતિ: જાહેર
  • કોલ લેટર માધ્યમ: ઓનલાઈન
  • અધિકૃત વેબસાઇટ: ojas.gujarat.gov.in

ગુજરાત પોલીસ ફિઝિકલ ટેસ્ટ કોલ લેટર 2026 કેવી રીતે ડાઉનલોડ કરશો?

ઉમેદવારો નીચે આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરીને કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે:

  1. સૌપ્રથમ ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ
  2. હોમપેજ પર “Call Letter” વિભાગ પર ક્લિક કરો
  3. Gujarat Police Bharti 2025 – Physical Test Call Letter પસંદ કરો
  4. તમારો કન્ફર્મેશન નંબર / એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો
  5. Submit બટન પર ક્લિક કરો
  6. કોલ લેટર ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી લો

ફિઝિકલ ટેસ્ટ માટે જરૂરી દસ્તાવેજો

ફિઝિકલ ટેસ્ટના દિવસે ઉમેદવારોને નીચેના દસ્તાવેજો સાથે લાવવા ફરજિયાત છે:

  • ફિઝિકલ ટેસ્ટ કોલ લેટર (પ્રિન્ટ કોપી)
  • મૂળ ફોટો ઓળખપત્ર (આધાર કાર્ડ / વોટર આઈડી / પેન કાર્ડ)
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
  • કોલ લેટરમાં જણાવેલ અન્ય જરૂરી દસ્તાવેજો

ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ

  • પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટિંગ સમય કરતા વહેલા પહોંચવું
  • ફિઝિકલ ટેસ્ટ અને ડ્રેસ કોડ સંબંધિત તમામ સૂચનાઓનું પાલન કરવું
  • મોબાઇલ, સ્માર્ટ વૉચ અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઈ જવાની મંજૂરી નથી
  • ફિઝિકલ માપદંડ પૂર્ણ ન કરનાર ઉમેદવારોને અયોગ્ય ઠરાવવામાં આવશે

ગુજરાત પોલીસ ભરતી 2025 પસંદગી પ્રક્રિયા

ગુજરાત પોલીસ ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

  1. લેખિત પરીક્ષા
  2. ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST)
  3. ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET)
  4. દસ્તાવેજ ચકાસણી
  5. અંતિમ મેરિટ યાદી

મહત્વની કડીઓ :

સત્તાવાર વેબસાઈટ GPRB
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
હોમ પેજ માટે sachimahiti.com

Leave a Comment