GSRTC Helper Bharti 2026: 297 જગ્યાઓ માટે ખાસ દિવ્યાંગ ભરતી જાહેર

GSRTC Helper Bharti 2026 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા હેલ્પર કક્ષાની 297 જગ્યાઓ માટે ખાસ દિવ્યાંગ ભરતી ઝુંબેશ જાહેર કરવામાં આવી છે. આ ભરતી Special Recruitment Drive હેઠળ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે રાખવામાં આવી છે. પસંદગી ફિક્સ પગાર આધારિત રહેશે અને ઓનલાઇન અરજી OJAS વેબસાઇટ મારફતે સ્વીકારવામાં આવશે.

આ ભરતી માટે ઓનલાઇન અરજી 13/02/2026 થી 12/03/2026 (રાત્રે 23:59 સુધી) કરી શકાશે. પ્રોસેસ ફી સ્વીકારવાની છેલ્લી તારીખ 14/03/2026 છે. ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પોતાનો ફોટો અને સહી નક્કી કરેલા માપ મુજબ અપલોડ કરવાની રહેશે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ સૂચનાઓ GSRTC ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

GSRTC Helper Bharti 2026 Overview

વિગતોમાહિતી
ભરતી સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટ નામહેલ્પર
કુલ જગ્યાઓ297
ભરતી પ્રકારSpecial Recruitment Drive (ફક્ત દિવ્યાંગ માટે)
પગારરૂ. 21,100 ફિક્સ (5 વર્ષ માટે)
અરજી માધ્યમઓનલાઇન (OJAS)
અરજી સમયગાળો13/02/2026 થી 12/03/2026
પ્રોસેસ ફી સમયગાળો13/02/2026 થી 14/03/2026
પરીક્ષા પ્રકારOMR આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા
સત્તાવાર વેબસાઇટhttps://gsrtc.in

GSRTC Helper Bharti 2026 Important Dates

ઇવેન્ટતારીખ
ઓનલાઇન અરજી શરૂ13/02/2026
ઓનલાઇન અરજી છેલ્લી તારીખ12/03/2026 (23:59)
પ્રોસેસ ફી છેલ્લી તારીખ14/03/2026
પરીક્ષા તારીખબાદમાં જાહેર થશે

GSRTC Helper Bharti 2026 Application Fee

જાહેરાત મુજબ પ્રોસેસ ફી ઓનલાઈન જ ભરવાની રહેશે.

કેટેગરીફી
દિવ્યાંગ ઉમેદવારજાહેરાત મુજબ
ચુકવણી રીતઓનલાઈન

GSRTC Helper Bharti 2026 Vacancies, Eligibility, Qualification, Age Limit

કુલ જગ્યાઓ: 297 (ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે)

દિવ્યાંગ કેટેગરી A, B, C, D & E મુજબ જગ્યાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ભરતી માત્ર બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો માટે જ માન્ય છે.

READ More  AMC Sahayak Multi Purpose Health Worker Bharti 2026, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી ની ઉતમ તક.

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી ઉંમર: 18 વર્ષ
  • વધુમાં વધુ ઉંમર: 35 વર્ષ
  • દિવ્યાંગ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ (મહત્તમ 45 વર્ષ સુધી)
  • ઉંમર ગણતરી માટે છેલ્લી અરજી તારીખ માન્ય રહેશે.

લઘુત્તમ શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય ITI નો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ નીચેના ટ્રેડમાં પાસ કરેલ હોવો જોઈએ:
મેકેનિક મોટર વ્હીકલ, ડીઝલ મેકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, શીટ મેટલ વર્કર, કારપેન્ટર, પેઇન્ટર વગેરે.

અગ્રતા માટે વધારાની લાયકાત

જે ઉમેદવારે સંબંધિત ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી હોય અને NCVT પ્રમાણપત્ર ધરાવતું હોય તેમને વધારાનું વેઇટેજ મળશે.

વેઇટેજ સિસ્ટમ (100 ગુણ)

વિગતગુણ
શૈક્ષણિક લાયકાત70 ગુણ
OMR પરીક્ષા30 ગુણ
કુલ100 ગુણ

શૈક્ષણિક લાયકાતમાં ITI માટે 55% અને એપ્રેન્ટિસ માટે 15% વેઇટેજ ગણાશે.

GSRTC Helper Bharti 2026 Selection Process

પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

  1. શૈક્ષણિક લાયકાતના વેઇટેજ આધારે ઉમેદવારોને 1:15 ના પ્રમાણમાં OMR પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
  2. OMR પરીક્ષામાં મેળવેલા ગુણ (30%) અને શૈક્ષણિક વેઇટેજ (70%) મળીને અંતિમ મેરિટ તૈયાર થશે.
  3. મેરિટ યાદી આધારે દસ્તાવેજ ચકાસણી માટે 1.5 ગણાં ઉમેદવારોને બોલાવવામાં આવશે.
  4. અંતે પ્રોવિઝનલ પસંદગી યાદી જાહેર કરવામાં આવશે.

GSRTC Helper Bharti 2026 Exam Pattern

OMR આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.

વિષયગુણ
સામાન્ય જ્ઞાન (ધોરણ 10 સ્તર)30
ગુજરાતી વ્યાકરણ05
અંગ્રેજી વ્યાકરણ05
ટ્રેડ સંબંધિત પ્રશ્નો50
કમ્પ્યુટર બેઝિક જ્ઞાન10
કુલ100
  • પરીક્ષા સમય: 2 કલાક
  • લઘુત્તમ પાસિંગ ગુણ: 40
  • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે.

GSRTC Helper Bharti 2026 Import Link

જાહેરાત notification
સત્તાવાર વેબસાઈટ GRRTC
અરજી કરવા માટે OJAS

વારંવાર પૂછાતા પ્રશ્નો :

પ્ર.1: GSRTC Helper Bharti 2026 માં કુલ કેટલી જગ્યાઓ છે?

297

પ્ર.2: આ ભરતી કયા ઉમેદવારો માટે છે?

પ્ર.3: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઉત્તર: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2026 (રાત્રે 23:59 સુધી) છે.

પ્ર.4: પસંદ થયેલા ઉમેદવારને કેટલો પગાર મળશે?

ઉત્તર: પસંદ થયેલા ઉમેદવારને 5 વર્ષ સુધી દર મહિને રૂ. 21,100 ફિક્સ પગાર આપવામાં આવશે.

પ્ર.5: આ ભરતી માટે ઉંમર મર્યાદા કેટલી છે?

ઉત્તર: ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. દિવ્યાંગ ઉમેદવારોને મહત્તમ 45 વર્ષ સુધી છૂટછાટ મળશે.

પ્ર.6: લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે?

ઉત્તર: સરકાર માન્ય ITI નો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ સંબંધિત ટ્રેડમાં પાસ કરેલો હોવો જોઈએ.

પ્ર.10: અરજી ક્યાંથી કરવી?

ઉત્તર: ઉમેદવારોએ OJAS વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Leave a Comment