PNB Apprentice Recruitment 2026 : પંજાબ નેશનલ બેન્ક (PNB) દ્વારા વર્તમાન વર્ષ 2025-26 માટે એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવા માટે મોટી જાહેરાત બહાર પાડવામાં આવી છે. બેંકે આ ભરતી Apprentices Act, 1961 અંતર્ગત કરવામાં આવી છે. આ ભરતી માટે કુલ 5138 સીટ રાખવામાં આવી છે, જેમાં દેશના દરેક રાજ્ય/યુટી માટે અલગ-અલગ સીટ વહેંચણી આપવામાં આવી છે
આ ભરતી માટે ઓનલાઈન અરજી 08 ફેબ્રુઆરી 2026 થી 24 ફેબ્રુઆરી 2026 સુધી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી PNB ની અધિકૃત વેબસાઇટ અથવા BFSI SSC પોર્ટલ દ્વારા કરવી રહેશે. ઉમેદવારોએ માન્ય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર રાખવો જરૂરી છે, કારણ કે તમામ નોટિફિકેશન અને કૉલ લેટર ઈમેલ/SMS દ્વારા મોકલવામાં આવશે
PNB Apprentice Recruitment 2026 Overview
| વિગતો | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | Punjab National Bank |
| પોસ્ટ | Apprentice |
| જાહેરાત નંબર | HRD/APPRENTICE/ADVT/2025-26 |
| કુલ સીટો | 5138 |
| પગાર (સ્ટાઇપેન્ડ) | રૂ. 12,300 થી 15,000 પ્રતિ મહિનો |
| તાલીમ અવધિ | 1 વર્ષ (2 અઠવાડિયા બેસિક + 50 અઠવાડિયા ઓન-જોબ) |
| લાયકાત | Graduation |
| વય મર્યાદા | 20 થી 28 વર્ષ (01.01.2026 સુધી) |
| અરજી મોડ | ઓનલાઈન |
| અધિકૃત વેબસાઇટ | https://www.pnb.bank.in |
PNB Apprentice Recruitment 2026 Important Dates
| ઇવેન્ટ | તારીખ |
|---|---|
| ઓનલાઈન અરજી શરૂ | 08/02/2026 |
| ઓનલાઈન અરજી છેલ્લી તારીખ | 24/02/2026 |
| ઓનલાઇન પરીક્ષા | માર્ચ 2026નો પ્રથમ અઠવાડિયો (તારીખ પછીથી જણાવાશે) |
PNB Apprentice Recruitment 2026 Application Fee
| કેટેગરી | ફી (₹) | GST સહિત કુલ ફી |
|---|---|---|
| GEN/OBC/EWS (Male) | 800 | 944/- |
| GEN/OBC/EWS (Female) | 600 | 708/- |
| SC/ST/PwBD (Male/Female) | 200 | 236/- |
| Transgender | 200 | 236/- |
ફી માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે.
PNB Apprentice Recruitment 2026 Vacancies, Eligibility, Qualification, Age Limit
કુલ સીટો: 5138 સીટો દેશભરમાં ફાળવવામાં આવી છે. દરેક રાજ્ય/યુટી મુજબ સીટોની વિગત PDFમાં મુજબ દર્શાવવામાં આવી છે
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવાર પાસે કોઈપણ વિષયમાં Graduation હોવું જોઈએ અને તેનો પરિણામ 31.12.2025 સુધી જાહેર થયેલ હોવો જોઈએ. ઉમેદવાર પાસે Marksheet/Provisional Certificate હોવું આવશ્યક છે
સ્થાનિક ભાષાનું જ્ઞાન:
જે રાજ્યમાં અરજી કરો છો ત્યાંની સ્થાનિક ભાષાનું વાંચન, લખાણ, બોલવાનું અને સમજવાનું જ્ઞાન ફરજિયાત છે.
વય મર્યાદા:
- 20 થી 28 વર્ષ (01.01.2026 સુધી)
- જન્મ 02.01.1998 થી 01.01.2006 વચ્ચે હોવો જોઈએ
- SC/ST: 5 વર્ષ છૂટ
- OBC: 3 વર્ષ છૂટ
- PwBD: 10 વર્ષ છૂટ
- Widows/Divorced Women: 35 થી 40 વર્ષ સુધી છૂટ (કેટેગરી અનુસાર)
સ્ટાઇપેન્ડ:
- Rural/Urban: ₹12,300
- Metro: ₹15,000
PNB Apprentice Recruitment 2026 Selection Process
પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં થશે:
- Online Written Test
- Document Verification
- Local Language Test
- Medical Examination
Document Verification અને Language Test રાજ્ય મુજબ કરવામાં આવશે.
PNB Apprentice Recruitment 2026 Exam Pattern
ઓનલાઈન પરીક્ષા MCQ આધારિત રહેશે. કુલ 100 પ્રશ્નો માટે 100 ગુણ અને સમય 60 મિનિટ.
| વિષય | પ્રશ્નો | ગુણ | ભાષા |
|---|---|---|---|
| General / Financial Awareness | 25 | 25 | English / Hindi |
| General English | 25 | 25 | English |
| Quantitative & Reasoning Aptitude | 25 | 25 | English / Hindi |
| Computer Knowledge | 25 | 25 | English / Hindi |
- ન્યૂનત્તમ પાસિંગ માર્ક બેંક દ્વારા નક્કી કરવામાં આવશે.
- SC/ST/OBC/PwBD માટે 5% છૂટ ઉપલબ્ધ.
PNB Apprentice Recruitment 2026 Important Link
| લિંક | ક્લિક કરો |
|---|---|
| અધિકૃત જાહેરાત | જાહેરાત |
| ઓનલાઈન અરજી લિંક | Apply Online |
| Apprentice Portal (NAPS) | NAPS |
| Apprentice Portal (NATS) | NATS |