જામનગર મહાનગરપાલિકા દ્વારા અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠળ U.C.H.C. (શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર) માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ માટે છે.
આ ભરતી અંતર્ગત ગાયનેકોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયન વર્ગ-1 ની જગ્યાઓ ભરવામાં આવશે. લાયક ઉમેદવારો પાસેથી OJAS પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. ભરતી સંબંધિત જાહેરાત ક્રમાંક, પગાર ધોરણ, અરજી તારીખો સહિતની તમામ મહત્વની વિગતો નીચે આપેલ છે.
Jamnagar Municipal Corporation UCHC Bharti 2026 Overview
| વિગતો | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | જામનગર મહાનગરપાલિકા |
| વિભાગ | સામાન્ય વહિવટ વિભાગ |
| ભરતી પ્રકાર | અર્બન હેલ્થ પ્રોજેક્ટ (UCHC) |
| પોસ્ટ નામ | ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન |
| વર્ગ | વર્ગ-1 |
| કુલ જગ્યાઓ | 04 |
| નોકરી સ્થળ | જામનગર |
| પગાર ધોરણ | લેવલ-11 (₹67,700 – ₹2,08,700) |
| અરજી માધ્યમ | ઓનલાઈન |
| લાયકાત | MBBS + MD / PG Diploma |
| ઓફિશિયલ વેબસાઇટ | https://ojas.gujarat.gov.in |
Jamnagar Municipal Corporation UCHC Bharti 2026 Important Dates
| ઇવેન્ટ | તારીખ |
|---|---|
| ઓનલાઈન અરજી શરૂ | 08-01-2026 (બપોરે 12:00) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 23-01-2026 (રાત્રે 23:59) |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 24-01-2026 |
Jamnagar Municipal Corporation UCHC Bharti 2026 Application Fee
| કેટેગરી | ફી |
|---|---|
| જનરલ / EWS પુરુષ | ₹1000 |
| SC / ST / મહિલા / દિવ્યાંગ / એક્સ-સર્વિસમેન | ₹500 |
| ચુકવણી રીત | માત્ર ઓનલાઈન |
નોંધ: એક વખત ફી ભર્યા બાદ કોઈપણ સંજોગોમાં પરત મળશે નહીં.
Jamnagar Municipal Corporation UCHC Bharti 2026 Vacancies, Eligibility, Qualification, Age Limit
પોસ્ટ વાઈઝ જગ્યાઓ
- ગાયનેકોલોજિસ્ટ વર્ગ-1: 02 જગ્યા
- પીડિયાટ્રિશિયન વર્ગ-1: 02 જગ્યા
શૈક્ષણિક લાયકાત
- ગાયનેકોલોજિસ્ટ:
- MBBS ડિગ્રી
- MD (Gynecology) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા
- પીડિયાટ્રિશિયન:
- MBBS ડિગ્રી
- MD (Pediatrics) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા
- ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત
ઉંમર મર્યાદા
- મહત્તમ ઉંમર: 40 વર્ષ
- મહિલા ઉમેદવારોને 5 વર્ષ સુધીની છૂટછાટ મળશે
- ઉંમર ગણતરી માટે છેલ્લી અરજી તારીખ કટ-ઓફ તારીખ રહેશે
Jamnagar Municipal Corporation UCHC Bharti 2026 Selection Process
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નીચે મુજબ કરવામાં આવશે:
- લેખિત પરીક્ષા અથવા
- મૌખિક ઇન્ટરવ્યુ
અરજી કરનાર ઉમેદવારોની સંખ્યા પ્રમાણે જામનગર મહાનગરપાલિકા દ્વારા પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. મેરિટ આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
Jamnagar Municipal Corporation UCHC Bharti 2026 Exam Pattern
આ ભરતી માટે અલગથી નિશ્ચિત પરીક્ષા પેટર્ન જાહેર કરાયેલ નથી. પસંદગી લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. પરીક્ષા યોજાશે કે નહીં તે નિર્ણય ભરતી સંસ્થા દ્વારા લેવામાં આવશે.
Jamnagar Municipal Corporation UCHC Bharti 2026 Import Link
- ઓનલાઈન અરજી: https://ojas.gujarat.gov.in
- ઓફિશિયલ નોટિફિકેશન PDF: અહીંથી જોવો