10 Pass રેલવેમાં બમ્પર ભરતી! ભારત સરકારના રેલ મંત્રાલય હેઠળના રેલવે બોર્ડ દ્વારા વર્ષ 2025 માટે લેવલ-1 કેટેગરીની ભરતીને લઈ મહત્વનો દસ્તાવેજ જાહેર થયો છે. આ પત્ર મુજબ રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવે અને પ્રોડક્શન યુનિટ્સ દ્વારા રજૂ કરાયેલી લેવલ-1 ખાલી જગ્યાઓનું મૂલ્યાંકન કરીને ભરતીને મંજૂરી આપી છે. આ ભરતી સેન્ટ્રલાઇઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન (CEN) 2025 હેઠળ લેવામાં આવશે.
રેલવે બોર્ડના આ પત્રની તારીખ 12 ડિસેમ્બર 2025 છે અને તેમાં કુલ 22,000 લેવલ-1 જગ્યાઓને મંજૂરી આપવામાં આવી છે. આ જગ્યાઓ 11 અલગ અલગ કેટેગરીમાં આવશે. આ ભરતી એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ટ્રાફિક અને S&T વિભાગમાં થશે. હાલ આ દસ્તાવેજમાં ફક્ત મંજૂર જગ્યાઓની માહિતી આપવામાં આવી છે, સંપૂર્ણ ભરતી નોટિફિકેશન અલગથી બહાર પાડવામાં આવશે.
RRB Level 1 Recruitment 2025 Overview
| વિગત | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | Railway Recruitment Board (RRB) |
| વિભાગ | Ministry of Railways, Railway Board |
| જાહેરાત સંદર્ભ | CEN 2025 (Level-1) |
| કુલ જગ્યાઓ | 22,000 |
| પોસ્ટ લેવલ | Level-1 |
| ભરતી પ્રકાર | Centralized Employment Notification |
| નોકરીનું સ્થાન | ભારતભરમાં રેલવે ઝોન મુજબ |
| પાત્રતા | પુરુષ / મહિલા |
| અધિકૃત વિભાગ | Railway Board |
RRB Level 1 Recruitment 2025 Important Dates
| ઇવેન્ટ | તારીખ |
|---|---|
| રેલવે બોર્ડ પત્ર તારીખ | 12/12/2025 |
| CEN 2025 નોટિફિકેશન | જાહેર થવાનું બાકી |
| ઓનલાઈન અરજી શરૂ | જાહેર થવાનું બાકી |
| છેલ્લી તારીખ | જાહેર થવાનું બાકી |
RRB Level 1 Recruitment 2025 Application Fee
રેલવે બોર્ડના આ દસ્તાવેજમાં અરજી ફી અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. અરજી ફી અંગેની સંપૂર્ણ વિગતો સત્તાવાર CEN 2025 નોટિફિકેશન બહાર પડ્યા બાદ જાહેર કરવામાં આવશે.
RRB Level 1 Recruitment 2025 Vacancies, Eligibility, Qualification, Age Limit
આ દસ્તાવેજ મુજબ કુલ 22,000 લેવલ-1 જગ્યાઓને મંજૂરી આપવામાં આવી છે. વિભાગ અને પોસ્ટ મુજબ મંજૂર જગ્યાઓ નીચે મુજબ છે:
| પોસ્ટ નામ | વિભાગ | મંજૂર જગ્યાઓ |
|---|---|---|
| Assistant (Track Machine) | Engineering | 600 |
| Assistant (Bridge) | Engineering | 600 |
| Track Maintainer Gr. IV | Engineering | 11,000 |
| Assistant (P-Way) | Engineering | 300 |
| Assistant (TRD) | Electrical | 800 |
| Assistant Loco Shed (Electrical) | Electrical | 200 |
| Assistant Operations (Electrical) | Electrical | 500 |
| Assistant (TL & AC) | Electrical | 500 |
| Assistant (C & W) | Mechanical | 1,000 |
| Pointsman-B | Traffic | 5,000 |
| Assistant (S & T) | S & T | 1,500 |
| કુલ | 22,000 |
લાયકાત, શૈક્ષણિક પાત્રતા અને ઉંમર મર્યાદા અંગે આ પત્રમાં કોઈ વિગત આપવામાં આવી નથી. આ તમામ વિગતો સત્તાવાર RRB Level 1 CEN 2025 નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવશે.
RRB Level 1 Recruitment 2025 Selection Process
આ દસ્તાવેજ મુજબ પસંદગી પ્રક્રિયા અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. પસંદગી પ્રક્રિયા, CBT, ફિઝિકલ ટેસ્ટ અથવા અન્ય સ્ટેજ વિશેની વિગતો સેન્ટ્રલાઇઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન બહાર આવ્યા બાદ સ્પષ્ટ થશે.
RRB Level 1 Recruitment 2025 Exam Pattern
હાલ ઉપલબ્ધ પત્રમાં પરીક્ષા પેટર્ન અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. અલગ અલગ લેવલ-1 પોસ્ટ માટે પરીક્ષા પેટર્ન શું રહેશે તે સત્તાવાર નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવશે.
RRB Level 1 Recruitment 2025 Import Link
- Railway Board (Official): indianrailways.gov.in
- RRB Official Websites: rrbcdg.gov.in (ઝોન મુજબ)
નોંધ: ઉપર આપેલી માહિતી માત્ર રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પત્રમાં આપેલી વિગતો પર આધારિત છે. સંપૂર્ણ ભરતી પ્રક્રિયા, અરજી લિંક અને નિયમો માટે CEN 2025 નોટિફિકેશનની રાહ જોવી જરૂરી છે